• IMMUNITY BOOSTER KWATH •




   


રોગ્યવર્ધક ક્વાથ શું છે ?
આ ક્વાથ બૃહદ પંચમુલ તથા લઘુ પંચમૂલ વર્ગ ની ઉચ્ચ ગુણવતા યુક્ત ઔષધિઓ તથા આમળા,ગિલોય, નિશા જેવી આરોગ્યવર્ધક ઔષધિઓ માંથી શાસ્ત્રોક્ત રીતે તૈયાર કરવા માં આવેલ એક મિશ્રણ છે.
જેના સેવન થી શરીર ને વાયરસ જેવી સામૂહિક વ્યાધિ તથા  બેક્ટેરિયા સામે લડવા ની રોગપ્રતિારકશક્તિ પુરી પડે છે. 

ઘટક દ્રવ્ય :
આરોગ્યવર્ધક ક્વાથ માં કુલ ત્રણ પેકેટ છે જેમાં..

No.1 : (125 gram)

लघु पञ्जमुल
शालपर्णीपृश्निपर्णीबृहतिद्वयगोक्षुरम्।
वातपितापहं वृष्यं कनियः पञ्जमुलकम्।।
  (भा.प्र)

    

અર્થ:

सालपर्णी , प्रुस्निपर्णी, बृहती , कण्टकारिका , गोक्षुर 

આ પાંચ ઔષધિઓ નો સમૂહ લઘુ પંચમૂળ તરીકે ઓળખાય છે જે વાત તથા પિત જન્ય વિકારો નો નાશ કરે છે.


बृहद् पञ्जमुल
बिल्वस्योनाकगाम्भारीपाटलागणिकारिका:।
दीपनं कफ वातघ्नं पञ्जमूलाम् इदम महत्।।
(भा.प्र)


અર્થ : 

बिल्व,स्योनाक,गम्भारि,पाटला,अग्निमंथ

આ પાંચ ઔષધિઓ નો સમૂહ બૃહદ પંચમૂળ તરીકે ઓળખાય છે જે દીપન કરે છે અને કફ તથા વાત વિકાર નો નાશ કરે છે.


No. 2 : (125 gram) 

अमृता,निशा,पथ्या,बिभितकी,आमलकी,चिरायता इत्यादि

જે ઔષધિઓ શરીર ને સ્ફૂર્તિ આપે છે તથા રોગપ્રતિકાર શક્તિ વધારી શરીને ને નવી ઊર્જા આપે છે.

No. 3 : (20 gm pouch)

शुण्ठी,मरीच,पिप्पली

આ ચૂર્ણ નો પ્રક્ષેપ દ્રવ્ય તરીકે ઉપયોગ ગળા તથા કફ જન્ય વ્યાધિઓ માં ખુબ લાભદાયક છે.

ઉપયોગ ની વિધિ : (એક વ્યક્તિ માટે )
  1. કુલ ત્રણ પેકેટ માંથી ઉકાળા ના બને પેકેટ ૧ તથા ૨ ને મિક્સ કરી લેવા.
  2. મિક્સ કરેલ ઉકાળા ને રાત્રે એક ગ્લાસ પાણી માં એક મોટી ચમચી પલાળી ને રાખવો.
  3. સવારે ધીમા તાપે એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળવો.
  4. પછી ગાળી લેવો અને ઉપર એક ચપટી નાના પાઉચ માં રહેલ ચૂર્ણ નાખી ને નવશેકું ગરમ પીવું.નોંધ : ઉકાળો ઓછા માં ઓછી આઠ કલાક પલાળી રાખવો વધુ ગુણકારી છે.
નોંધ :
ઉકાળો ઓછા માં ઓછી આઠ કલાક પલાળી રાખવો વધુ ગુણકારી છે.
ઉકાળો નરણા કોઠે લેવો.

માત્રા :
  • ૭ થી ૧૫ વર્ષ : ૧૫ મિલી
  • મોટા માટે : ૩૦ મિલી
  • અથવા વૈદકીય પરામર્શ અનુસાર

આરોગ્યવર્ધક ક્વાથ ના લાભ :
આ ક્વાથ આમળા,હરડે ,નિશા ,બહેડા ,નિમ્બ, સૂંઠ વગેરે તથા બૃહદ અને લઘુ પંચમુલ વર્ગ ની પ્રભાવશાળી ઔષધિઓ નું શ્રેષ્ઠ મિશ્રણ છે જે ..

• વાત તથા કફજન્ય વિકારો સામે રક્ષણ આપે
• શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારે અને વાયરસ તથા અન્ય બકયેરિયા સામે લડવા સશક્ત બનાવે.
• આરોગ્ય સુધરે અને શરીર ને સ્ફૂર્તિ આપે.
• કફ ને સંતુલિત કરે જેથી શ્વાસ , કાસ જેવી વ્યાધિઓ માં રાહત મળે.


Note : The information on this page is not intended to be a substitute for professional medical advice. Do not use this information to diagnose or treat your problem without consulting your doctor.

Read more about